પારેખ હર્ષિલ દિલીપભાઈ
શિક્ષક · ઇતિહાસકાર · સંશોધક · GSET ઉત્તીર્ણ · નવસારી, ગુજરાત
નમસ્કાર અને સુસ્વાગતમ્
ઇતિહાસ માત્ર ભૂકાળની ઘટનાઓનો સંગ્રહ નથી, પરંતુ વર્તમાનને સમજવા અને ભવિષ્યના નિર્માણ માટેનો એક સચોટ માર્ગદર્શક છે. આ જ વિચાર અને ઉદ્દેશ્ય સાથે આ ડિજિટલ પ્લેટફોર્મની સ્થાપના કરવામાં આવી છે.
હું પારેખ હર્ષિલ દિલીપભાઈ, ઇતિહાસ વિષયના શિક્ષક તરીકે, આપ સૌનું આ વેબસાઇટ પર હાર્દિક સ્વાગત કરું છું.
મુખ્ય ઉદ્દેશ્ય
આ વેબસાઇટના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ ગુજરાત ભરના ઇતિહાસ વિષયના પ્રિય આદરણીય પ્રોફેસરો, સંશોધકો અને ઉત્સાહી વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પર સચોટ, પ્રમાણભૂત અને આધારભૂત માહિતી પૂરી પાડવાનો છે. ઉચ્ચ શિક્ષણ (Higher Education) માં ઇતિહાસ વિષયને લગતી મહત્વપૂર્ણ અપડેટ્સ અને સામગ્રી એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે, એ માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.
વેબસાઇટ પર ઉપલબ્ધ મુખ્ય સામગ્રી
પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઐતિહાસિક આધાર અને વિસ્તૃત ઇતિહાસ.
હાયર એજ્યુકેશનમાં ઇતિહાસ વિષયને લગતી નવીનતમ માહિતી, સંશોધનો અને શૈક્ષણિક નોટ્સ/PDF.
પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ બંનેના જ્ઞાનવર્ધનમાં ઉપયોગી થાય તેવું સચોટ સાહિત્ય.
હું આશા રાખું છું અને વિશ્વાસ વ્યક્ત કરું છું કે, ઇતિહાસ વિષય સાથે જોડાયેલા જિજ્ઞાસુઓ અને શિક્ષણકારો માટે આ વેબસાઇટ અત્યંત ઉપયોગી, માર્ગદર્શક અને જ્ઞાનવર્ધક સાધન બનશે. આપના સાથ, સહકાર અને સૂચનો હંમેશા આવકાર્ય છે.
ધન્યવાદ સહ, પારેખ હર્ષિલ દિલીપભાઈ
કારકિર્દી લક્ષ્ય
એક અલગ ક્ષમતા ધરાવતા પરંતુ દૃઢ નિશ્ચયી વ્યક્તિ તરીકે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે સેવા આપવી એ મારી આજીવન આકાંક્ષા છે. GSET સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી, UGC-NET ની તૈયારી કરીને અને Ph.D. કરવાનો નિર્ણય લઈ, હું આ ધ્યેય તરફ સ્થિર ગતિ કરી રહ્યો છું. સંશોધન અને સામગ્રી-નિર્માણ ક્ષેત્રે કૌશલ્ય વિકસાવી, ગ્રંથ-સ્વામી કે સંપાદક તરીકે ભૂમિકા ભજવવાની ઊંડી ઇચ્છા છે.
અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ
ભારતના ઇતિહાસને ભારતીય દૃષ્ટિકોણથી લખવા-સંકલિત કરવા સમર્પિત રાષ્ટ્રીય સંસ્થાનું આજીવન સભ્યપદ. દેશભરના વિદ્વાનો સાથે સતત સંશોધન-વિમર્શમાં સહભાગીત્વ.
અધ્યાપન અનુભવ
ધોરણ 11 અને 12 · નિયમિત પદ
ધોરણ 6 to 8 · ૧૦ વર્ષની સેવા
ધોરણ 5 to 7 · સામાજિક વિજ્ઞાન
SMC દેખરેખ · શિક્ષણ અધિકાર અધિનિયમ માર્ગદર્શન
શૈક્ષણિક લાયકાત
ઇતિહાસ વિષયમાં ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષામાં ઉત્તીર્ણ.
SB ગારડા કૉલેજ (આર્ટ્સ) અને P.K. પટેલ કૉલેજ, નવસારી.
નરનલાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન, નવસારી.
SB ગારડા કૉલેજ (આર્ટ્સ) અને P.K. પટેલ કૉલેજ, નવસારી.
સરકારી CCC કોમ્પ્યૂટર સાક્ષરતા પ્રમાણપત્ર.