ઈતિહાસ પુરુષ ---- ઇતિહાસનું મહત્વ , સ્વરૂપ અને હેતુ
ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ, ગુજરાત પ્રાંત - ઈતિહાસ ગૌરવ - વિશેષાંક માંથી આ લેખ લેવામાં આવ્યો છે. ISBN : 978-81-952297-6-5

ઇતિહાસનું મહત્વ: "ઇતિહાસ પુરુષ"નું ચિત્રાંકત ભારતીય ઈતિહાસની અવધારણાને સ્પષ્ટ કરે છે. આ ઈતિહાસ પુરુષ એ ભારતીય પ્રાનસિકતા(મનીષા) ઇતિહાસના મહત્ત્વને કેટલું સ્વીકારે છે તે દર્શાવે છે. મહાભારતકારે ઈતિહાસના પ્રહત્ત્વને સ્પષ્ટ કરતા લખ્યું છે કે.
वृत यत्नेन संरक्षेत वित्तमायति याति च । अक्षीणो विततः शीणः वृततस्तु हतः ॥
અર્થાત્ ઈતિહાસાવૃત)નું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. વિત્ત એટલે ઘન તો આવતું જતું રહે છે. વિત્ત એટલે ઘનના નાશ થવાથી વ્યક્તિ/
સ્વાતિ/સમાજ અથવા રાષ્ટનો નાશ થતો નથી.
ઇતિહાસનું સ્વરુપ: ઇતિહાસના સ્વરુપ અને પ્રારંભ વિશે શ્રીતત્વ નિધિમાં લખવામાં આવ્યું છે કે.
इतिहासः कुशाभासः सूकरास्यो महोदरः । अक्षसूबे घटं विश्वत्पंकजाभरणान्वितः ॥
સૃષ્ટિ સંવતનો આરંભ શ્વેતવારાહ કલ્પથી થાય છે. "ઈતિહાસ પુરુષ"નું મુખ વરાહ (સૂવર) જેવું છે, સમયનું વિશાળ સ્વરુપ ઇતિહાસના પેટમાં સમાયેલ છે, માટે તેને (ઇતિહાસ) મહોદર (એટલે મોટા પેટ વાળા) કહેવાય છે. પાર્થિવ ઇતિહાસના રંગ-રૂપ પૃથ્વીના રંગરૂપથી બને છે, માટે તેને કુક્ષાભાસ (કુણ જેવો આભાસિત થવા વાળા) કહેવાય છે. ઈતિહાસ સમયના સંખ્યાત્મક આદેશથી સૂત્રિત છે, માટે ઈતિકાસ પુરુષ અકાસૂમ ધારણ કરે છે. જ્ઞાનરૂપી અમૃતનું દાન કરવાનો તેમનો પાવન હેતુ છે. માટે તેમના બીજા કાથમાં અમૃતનો ઘડો બિરાજમાન છે. ઇતિહાસ પુરુષનું આ શરીર કમળના આભૂષણોથી સજ્જ છે- કમળ એ સ્વયં સૌંદર્ય, વિકાસ અને આનંદનું પ્રતીક છે.
અહીં જણાવવું પ્રસ્તુત છે કે, ભારતીય પરંપરાએ વૈશ્વિક ઐતિહાસિક ભૂતકાળની ઓળખ અનેક રીતે પ્રાપ્ત કરેલ છે. તેના પ્રત્યક્ષ અને પ્રચ્છન્ન (છુપા) અને મનોવૈજ્ઞાનિક પ્રકારો છે, તેના અનેક ભૌતિક અને આધ્યાત્મિક આધારો છે, જેને ધર્મ, દર્શન અને વિજ્ઞાનના તત્ત્વચિંતનનો આધાર રહેલો છે. તેનાથી વિપરિત (વિરૂદ્ધ) પરિશ્ચમની પરંપરાના ભૂતકાળનું ચિંતન અને ઇતિહાસ ચિંતન, કબર સાથે જોડાયેલ છે. મમી, પિરામિડ, પ્રતિમાના સંગ્રહાલયો, ખંડિત અવશેષો, વગેરે મૃતક પ્રતિકવાદના પરિપોષક છે. મૃતકોના પ્રતિકવાદની પાસે ભવિષ્યદર્શનની કોઇ વિદ્યા કે રૂપરેખા નથી.માનવીય હાડકાઓનાં મળેલા ટૂકડાઓ ભૂતકાળને વર્તમાનની સાથે જોડવાની કડી તરીકે કામ ન કરી શકે. આ જ કારણ છે કે જ્યાં સુધી માનવીય હાડકાઓ મળે છે, ત્યાં તેમના વૈજ્ઞાનિક ચિંતનની મર્યાદા આવી જાય છે અને તે ફરીથી નવા ડાડકાનાં ટૂકડાઓ પ્રાપ્ત થતા તે પુનઃ બદલાઈ જાય છે. આથી વર્તમાનને ભૂતકાળ સાથે જોડવો શક્ય નથી. ભૌતિક નૃવંશશાસ્ત્રનો અત્યાર સુધીનો આ જ ઇતિહાસ છે.
બીજી તરફ ભારતીય સંસ્કૃતિમાં ઇતિહાસના તત્ત્વચિંતનની મર્યાદા આપણા વર્તમાન માટે ભૂતકાળની સ્મૃતિ છે. તે કહેવાની ભાગ્યે જ જરૂર છે કે પશ્ચિમમાં ભૂતકાળનો વર્તમાન સાથે શું સંબંધ છે? (પશ્ચિમમાં ભૂતકાળનો વર્તમાન સાથે શું સંબંધ છે? તે કહેવાની ભાગ્યે જ જરૂર છે?) આ દ્રષ્ટિની સાચી (બરાબર) સમજ અને ઉપયોગ તો યુરોપની વિદ્યાપીઠોમાં ભારતીય વિદ્યાના પ્રવેશ અને તુલનાત્મક અધ્યયન પછી શરૂ થયો.
ઈતિહાસનો હેતુ: પશ્યિમ આજે પણ ઈતિહાસની ઉપયોગિતા અને હેતૂથી અજાણ છે. બીજી બાજુ શ્રીમદ્ ભાગવત્ પુરાણ (૧૨.૧૩.૧૪)માં ભગવત્પાદ શ્રી શુકદેવ મહારાજ પરીક્ષિત રાજા સમક્ષ સ્વાયમ્ભુવ મનુથી શરૂ કરીને તે સમય અનુસાર ૧ અબજ ૯૫ કરોડ વર્ષોનો ઈતિહાસનું વર્ણન કરીને તેનો હેતુ નીચે મુજબ સ્પષ્ટ કરે છે-
कथा इमास्ते कशिता महीयंसा विताय लोकेषु यशः परेयुषाम् । विज्ञानवैराग्यविवक्षया विभो वचो-विभूतिर्न तु पारमाध्यम् ॥ અર્થાત્ હૈ પરીક્ષિત ! આ લોકમાં ઘણાં મોટા- મોટા મહાપુરુષો થઈ ગયા, કે જેમણે આ પૃથ્વી ઉપર પોતાના તેજ અને યશનો વિસ્તાર કર્યો, તેમની આ ઈતિહાસ કથાઓ તને વિજ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે કહેવામાં આવી છે. આને તું વાણીનો વૈભવ અને વિલાસ માત્ર ન સમજીશ, તેમાં જીવનનો પરમાર્થ અને તત્ત્વ સમાયેલ છે. આ રીતે "ઇતિહાસ પુરુષ"ની અવધારણા અને તેમના પ્રતીકાત્મ ચિત્રાંકનના નિર્માણથી ભારતીય ઇતિહાસ શાસ્ત્રના પરમ મર્મનું ઉદ્ઘાટન થાય છે.